અનુષ્કા સાથે લગ્ન કરતા પહેલા આ અભિનેત્રી હતી વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ

અનુષ્કા વિરાટ કોહલીએ લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2017 માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા. પણ તેની પહેલા તેની એક ગર્લફ્રેન્ડ પણ હતી.

અનુષ્કા શર્મા પહેલા બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇસાબેલ લીટ વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ હતી. આ વાતનો ખુલાસો ખુદ ઇસાબેલે કર્યો હતો.

ઇસાબેલે 2014 માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બંનેએ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

જોકે, આ સમય દરમિયાન તેઓએ પોતાના સંબંધો ગુપ્ત રાખ્યા. પરંતુ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ ડેટિંગના સમાચાર આવ્યા હતા.

ઇસાબેલ અને વિરાટ સિંગાપોરમાં એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને ખૂબ જ જલ્દી મિત્ર બની ગયા અને પછી સંબંધમાં બંધાયા.

ઇસાબેલે વિરાટ સાથેના બ્રેકઅપનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. પરંતુ તેણે કહ્યું કે બંને વચ્ચે ઘણો પ્રેમ હતો.

જોકે, આ સંબંધ વધુ આગળ વધી શક્યો નહીં અને તેઓ પરસ્પર સંમતિથી અલગ થઈ ગયા. બ્રેકઅપ પછી પણ, બંને એકબીજા માટે ખૂબ માન ધરાવે છે.

ઇસાબેલે 2012 માં આમિર ખાનની ફિલ્મ તલાશથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે બોલિવૂડની સાથે ટોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરે છે.

ઇસાબેલ હાલમાં પરિણીત છે. તેને બે બાળકો પણ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને પણ બે બાળકો છે.