પોતાના Bathwaterમાંથી સાબુ બનાવી વેચે છે આ અભિનેત્રી, યુઝર્સમાં ભારે માંગ

હોલીવુડ અભિનેત્રી સિડની સ્વીનીએ પોતાના ચાહકોના જુસ્સાને એક ઉત્પાદનમાં ફેરવી દીધો છે. અને હવે આ ઉત્પાદન મર્યાદિત સમય માટે બજારમાં આવ્યું છે.

'યુફોરિયા' નામની હિટ વેબ સિરીઝથી ખ્યાતિ મેળવનાર 27 વર્ષીય સિડનીએ એક કુદરતી સાબુ લોન્ચ કર્યો છે.

આ સાબુની ખાસ વાત એ છે કે તે સિડનીના નહાવાના પાણીમાંથી બનાવવામાં આવે છે.

સિડનીએ ડૉ. સ્ક્વેચ નામની કુદરતી સાબુ બનાવતી કંપની સાથે સહયોગ કર્યો છે અને 'સિડનીઝ બાથવોટર બ્લિસ' નામનો સાબુ લોન્ચ કર્યો છે.

આ મર્યાદિત આવૃત્તિના સાબુને સિડની સ્વીનીના વાસ્તવિક નહાવાના પાણી સાથે ભેળવવામાં આવ્યો છે, જેમાં તેણે સ્નાન કર્યું છે. ચાહકો તરફથી ભારે માંગ બાદ આ ઉત્પાદન લોન્ચ કરવામાં આવ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર પ્રોડક્ટ લોન્ચ કરતી વખતે લખ્યું હતું કે, 'અમે સિડની સ્વીનીના વાસ્તવિક નહાવાના પાણીને ભેળવીને સાબુ તૈયાર કર્યો છે.

પોસ્ટમાં સિડની સ્વીનીનો ફોટો પણ છે. તે બાથટબમાં હાથમાં સાબુ લઈને બેઠી છે. તેની પૃષ્ઠભૂમિમાં એક સુંદર ખુલ્લું આકાશ છે.

જો તમે આ સાબુ મેળવવા માંગતા હો, તો તમારે ગિવઅવેનો ભાગ બનવું પડશે. તેને ખરીદવાની કોઈ જરૂર નથી.

તેને મેળવનારાઓની ઉંમર 18+ રાખવામાં આવી છે. સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત 5 જૂને કરવામાં આવશે.

સિડની સ્વીનીના આ ઉત્પાદને લોકોના હોશ ઉડાવી દીધા છે.

અભિનેત્રીના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓએ તેને શરમજનક બાબત ગણાવી છે.