આ અભિનેત્રીએ સની દેઓલ સાથે જિંદગી કાઢી, છતાય ન કર્યા લગ્ન

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા આજે તેનો 67મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફિલ્મો કરતાં તેની પર્સનલ લાઈફની વધુ ચર્ચા થતી હતી.

ડિમ્પલ કાપડિયા અને સની દેઓલ વચ્ચેના સંબંધોની બોલિવૂડ વર્તુળોમાં ખૂબ ચર્ચા થઈ હતી. બંને પરણિત હતા અને એકબીજાને ડેટ કરતા હતા.

બોલિવૂડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ 16 વર્ષની ઉંમરે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ બાદ જ બંને માતા-પિતા બન્યા હતા.

ડિમ્પલનો પહેલી નજરનો પ્રેમ રાજેશ ખન્ના હતો પરંતુ તેનું નામ સની દેઓલ સાથે વધુ જોડાયેલું છે. બંનેએ એકસાથે ઘણી હિટ ફિલ્મો આપી છે

જ્યારે ડિમ્પલ બેતાબ ફિલ્મના સેટ પર પહેલીવાર સની દેઓલને મળી ત્યારે તે તેના માટે દિવાની બની ગઈ હતી. તે સમયે સની દેઓલ પરિણીત હતો અને ડિમ્પલે તેના લગ્નનો અંત આણ્યો હતો.

ડિમ્પલ અને સનીએ બેતાબ, આગ કા ગોલા, નરસિમ્હા, મંઝિલ-મંઝિલમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ બંને એકબીજા સાથે સમય વિતાવતા હતા. ડિમ્પલ દિલથી સનીના પ્રેમમાં પડી ગઈ હતી.

બંને સ્ટાર્સ તેમની કારકિર્દીમાં આગળ વધી રહ્યા હતા. દરમિયાન મીડિયામાં એક ફોટો સામે આવ્યો છે જેમાં ડિમ્પલ સની એકબીજાનો હાથ પકડીને બેઠી છે. આ તસવીરે સંબંધ પર મહોર મારી દીધી.

સની અને ડિમ્પલ 11 વર્ષ સુધી એકબીજાને મળતા રહ્યાં. રાજેશ ખન્નાથી અલગ થયા બાદ ડિમ્પલ સની દેઓલ સાથે લગ્ન કરવા માંગતી હતી,

પરંતુ સની તેની પત્નીને છૂટાછેડા આપવા માંગતો ન હતો અને તેણે ડિમ્પલ સાથે બીજી વખત લગ્ન કરવાની ના પાડી. ત્યારે બંને અલગ થઈ ગયા.