12 નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે 'પાતાલ લોક 2'ના આ એક્ટર

'પાતાલ લોક 2' રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વેબ સિરીઝ ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

આ સિરીઝમાં જયદીપ અહલાવતના કામની પ્રશંસા તો થઈ જ રહી છે, પરંતુ નોર્થ ઈસ્ટના એક્ટર્સના પણ વખાણ થઈ રહ્યા છે.

આ સિરીઝમાં અંકલ કેનની ભૂમિકા ભજવનાર એક્ટર જાહનુ બરુઆની પણ ખૂબ પ્રશંસા થઈ છે. તેમનું પાત્ર ખૂબ જ મજબૂત છે.

બહુ ઓછા લોકો જાણે છે કે જાહનુ બરુઆ એક ખૂબ જ સફળ ડાયરેક્ટર પણ છે. તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને 12 વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જાહનુએ 'હાલોધિયા ચોરાયે બૌધન ખાય' (1987), 'ફિરિંગોટી' (1992), 'ઝાગોરોલોઇ બહુ દૂર' (1995), 'મૈંને ગાંધી કો નહીં મારા' (2005), 'કોનીકર રામધેનુ' (2003), 'બંધોન' (2012), અને 'અજેયો' (2014) જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો બનાવી છે.

જાહનુને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા જ્યુરી કમિટીના હેડ પણ રહી ચૂક્યા છે.

તેમની કમિટીના 13 સભ્યોએ મળીને ભારત વતી કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ'ને ઓસ્કાર માટે મોકલી હતી.

જાહનુએ 'ઓલ વી ઇમેજિન એઝ લાઈટ' ને ટેકનિકલી નબળી ફિલ્મ ગણાવી હતી. જાહાનુને તેના કામ માટે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.