એક હિટ આપીને રાતોરાત સ્ટાર બન્યો આ એક્ટર, 20 ફ્લોપ ફિલ્મો પછી છોડી ઇન્ડસ્ટ્રી

બોલિવૂડમાં ઘણા એવા એક્ટર છે જેઓ રાતોરાત સ્ટાર બની ગયા. એક ફિલ્મમાં હિટ આપ્યા બાદ તે દર્શકોના ફેવરિટ બની ગયા હતા. આ યાદીમાં ભાગ્યશ્રી, ઈમરાન ખાન, ગ્રેસી સિંહનો સમાવેશ થાય છે.

આવો જ બીજો એક એક્ટર છે જે રાતોરાત સ્ટાર બની ગયો. પરંતુ બાદમાં તેને 20 ફ્લોપ ફિલ્મો આપી હતી, ત્યારબાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું અને હવે તે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે.

અમે જે અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ ડિનો મોરિયા છે. પોતાના કરિયરમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપવાની સાથે તેણે કેટલીક હિટ ફિલ્મો પણ આપી છે.

જો કે, તે એક OTT શો સાથે અભિનયમાં પાછો ફર્યો જે સુપરહિટ સાબિત થયો. ડિનો હવે પોતાનો બિઝનેસ પણ ચલાવે છે.

ડિનો મોરિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. જ્યાં એક કંપનીએ તેની નોંધ લીધી અને તેને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી.

આ ફિલ્મ 'પ્યાર મેં કભી કભી' હતી. જેમાં તે રિંકી ખન્ના સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

આ બાદ ડિનો મોરિયા, બિપાશા બાસુ સાથે 'રાઝ'માં જોવા મળ્યો હતો, જેણે બોક્સ ઓફિસ પર હલચલ મચાવી હતી અને તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. પરતું આ પછી તે સ્ટારડમને સંભાળી શક્યો નહીં.

તેની આગામી 20 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. જેમાં 'પ્લાન', 'ઇન્સાફ: ધ જસ્ટિસ', 'બાઝઃ અ બર્ડ ઇન ડેન્જર', 'ગુનાહ', 'ચેહરા', 'હોલીડે' જેવી ઘણી ફિલ્મો સામેલ છે. ઘણી ફિલ્મો ફ્લોપ થયા પછી ડિનોએ બોલિવૂડ છોડી દીધું.

લાંબા સમય સુધી અભિનયથી દૂર રહ્યા પછી, ડિનોએ વર્ષ 2021માં વેબ સીરિઝ 'ધ એમ્પાયર'થી કમબેક કર્યું. આ વેબ સિરીઝે ડિનોની કારકિર્દી ફરી એક વાર બદલી નાખી.

અભિનયમાંથી બ્રેક લીધા બાદ ડિનો મોરિયાએ એમએસ ધોની સાથે કૂલ માલ નામની કંપની શરૂ કરી. આ સાથે તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું.

'જીસ્મ 2' ડિનોના પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી છે. ત્યારપછી ડિનોએ મિથિલ લોઢા અને રાહુલ જૈન સાથે 'ધ ફ્રેશ પ્રેસ' નામે કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ લોન્ચ કર્યું.

2018માં તેની શરૂઆત થઈ ત્યારથી, બ્રાન્ડે 36 સ્ટેશનો ડેવલપ કર્યા છે અને ગુજરાત, દિલ્હી, રાજસ્થાન જેવા ભારતના વિવિધ રાજ્યોમાં બિઝનેસને એક્સ્પેન્ડ કરવાની યોજના ધરાવે છે.