IPL 2025ના મેગા ઓક્શનમાં સામેલ થયો 13 વર્ષનો ખેલાડી, આટલી છે બેઝ પ્રાઈઝ

BCCIએ IPLની 18મી સિઝનના મેગા ઓક્શન માટે 574 ખેલાડીઓની યાદી જાહેર કરી છે.

આ લિસ્ટમાં 13 વર્ષના ખેલાડીનું નામ પણ સામેલ છે. તે ઓક્શનમાં સામેલ થનાર સૌથી યુવા ખેલાડી છે. ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી.

આ ખેલાડીનું નામ વૈભવ સૂર્યવંશી છે, તે બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. મેગા ઓક્શનમાં વૈભવની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશી બિહારમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે નાની ઉંમરમાં જ તેની રમત દ્વારા દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરનાર વૈભવ લેફટી બેટ્સમેન છે.

વૈભવ અત્યાર સુધી રણજી ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી અને વિનુ માંકડ ટ્રોફીમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે.

માત્ર બેટિંગ જ નહીં, વૈભવ બોલિંગ પણ કરે છે. તે લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર છે.

હવે જોવાનું એ રહે છે કે કોઈ ટીમ તેના પર બોલી લગાવે છે કે નહીં.

તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે.