તમારું બેન્ક ખાતું અન્યને પૈસાની હેરફેર માટે આપ્યું છે તો આવી બન્યું, થશે સજા : RBI

RBI દેશના લોકોને સમય સમય પર જરૂરી માહિતી પૂરી પાડતી રહે છે જેથી કરીને તેમના બેંક ખાતા સુરક્ષિત રહી શકે.

'તમારું ખાતું, તમારા પૈસા' આ અંતર્ગત દેશભરના અનેક અખબારોમાં એક જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતનો હેતુ દેશના લોકોના ખાતા સુરક્ષિત કરવાનો છે.

આ જાહેરાતની ટેગ લાઇન આપવામાં આવી છે. मत बनिए मनी म्यूल!, મની મ્યુઅલ તરીકે કામ કરવું એ ગુનો છે.

આ જાહેરાત દ્વારા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ખાતાને અન્યને પૈસાની હેરફેર માટે ઓપરેટ ન કરવા દે.

RBI અનુસાર જો કોઈ અન્ય વ્યક્તિ તમારા બેંક ખાતા દ્વારા પૈસા મેળવવા અથવા ફોરવર્ડ કરવાની ઓફર કરે છે, તો તે તમને જેલમાં મોકલી શકે છે.

તમે જેને ઓળખતા ન હો તેને ક્યારેય તમારા ખાતાની વિગતો ન આપો.

મની મ્યુઅલ એ એવી વ્યક્તિ છે જે કોઈ અન્ય વ્યક્તિ વતી ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાંને વહીવટ કરવામાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરે છે.

જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તમે આવા કેસની જાણ તમારી બેંક અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ અથવા સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કરી શકો છો.