બીસીસીઆઈએ IPL 2025 ઓક્શન માટે 15 નવેમ્બરે ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી દીધી. આઈપીએલ મેગા ઓક્શન માટે 1574 ખેલાડીઓએ નામ આપ્યા હતા.

તેમાંથી એક હજારથી વધુના નામ હટાવી દેવાયા છે. જેમાં કુલ 574 ખેલાડીઓના નામ છે. જેમાં 366 ભારતીય અને 208 વિદેશી છે.

આઈપીએલ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં હશે પરંતુ ઘણા મોટા ક્રિકેટર્સ છે જે આ ઓક્શનનો ભાગ બની શકશે નહીં.

તેમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર, માર્ક વુડ, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન જેવા નામ સામેલ છે.

આર્ચર અને વુડના નામ ન હોવાનું ચોંકાવે છે. જો આ બંને ઈંગ્લિશ ખેલાડી મેગા ઓક્શનમાં સામેલ નહીં થાય તો તેની આગામી આઈપીએલમાં પણ રમવા પર સવાલ ઊભો થઈ શકે છે.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ગયા મહિને જારી કરેલા નિયમમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વિદેશી ખેલાડી મેગા ઓક્શન માટે નામ નહીં આપે તો તેને ત્રણ વર્ષ માટે બેન કરી દેવામાં આવશે.

આર્ચર છેલ્લી વખત IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. વુડ પણ છેલ્લી વખત 2023માં જ IPL રમ્યો હતો. ત્યારે તે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ હતો. વુડે ત્યારે ચાર મેચ રમી હતી અને 11 વિકેટ લીધી હતી.