ટીવી એક્ટ્રેસ એકતા કૌલે ઘણાં ટીવી શો થકી લોકોનું દિલ જીત્યું છે. પરંતુ તેનું દિલ છૂટાછેડા લીધેલા સુમિત વ્યાસ ઉપર ઓવારી ગયું. બંનેએ લગ્ન કરી લીધા.
જેનિફર વિંગેટે ડિવોર્સી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જો કે થોડા સમયમાં જેનિફર અને કરણ અલગ થઈ ગયા હતા. કરણસિંહના પ્રથમ લગ્ન શ્રદ્ધા નિગમ સાથે થયા હતા.
નેહા પેંડસેએ ધંધાર્થી શાર્દૂલસિંહ સાથે વર્ષ 2020માં સાત ફેરા લીધા હતા. આ બાબતે ટ્રોલ પણ કરાઈ કે તેણે ડિવોર્સી પુરુષ સાથે લગ્ન કર્યા.
એક્ટ્રેસ ડિમ્પી ગાંગુલીએ રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન એક સ્વયંવર દરમિયાન થયા હતા. આ સંબંધ લાંબો ના ટક્યો અને બંને છૂટા થયા.
ટીવીની દુનિયાની પ્રખ્યાત એક્ટ્રેસ ગૌરી પ્રધાને હિતેન તેજવાની સાથે લગ્ન કર્યા હતા.ડિવોર્સી હિતેનની પ્રથમ પત્નીનું નામ રીના થાપર કપૂર છે.
ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે પ્રથમ લગ્ન શાલીન ભનોટ સાથે કર્યા હતા. દલજીતે બીજા લગ્ન ડિવોર્સી નિખિલ પટેલ સાથે કર્યા. બીજા લગ્ન પણ છૂટાછેડાની કગારે છે.
ફેમસ ટીવી એક્ટ્રેસ મોના સિંહે વર્ષ 2019માં શ્યામ રાજગોપાલન સાથે સાત ફેરા લીધા હતા. શ્યામની પ્રથમ પત્નીથી એક પુત્રી પણ છે.