તૂટવા મુશ્કેલ છે T20 વર્લ્ડ કપના આ રેકોર્ડ્સ

સોર્સ : Google

T20 વર્લ્ડ કપ પહેલીવાર 2007માં રમાયો હતો અને ત્યારથી ટુર્નામેન્ટમાં કેટલાક રેકોર્ડ એવા બન્યા છે જે તૂટવા મુશ્કેલ લાગે છે. ચાલો આ રેકોર્ડ્સ વિશે જાણીએ.

સોર્સ : Google

સૌથી પહેલા યુવરાજ સિંહના રેકોર્ડની વાત કરીએ તો તેણે 2007ના T20 વર્લ્ડ કપમાં માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. T20 વર્લ્ડ કપમાં કોઈપણ ફુલ મેમ્બર ટીમનો ખેલાડી આ રેકોર્ડની બરાબરી પણ નથી કરી શક્યો.

સોર્સ : Google

છ બોલમાં છ છગ્ગા ફટકારવા કોઈપણ બેટ્સમેન માટે મુશ્કેલછે. પરંતુ યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ છે. હવે કદાચ જ કોઈ બેટ્સમેન ટુર્નામેન્ટમાં છ બોલમાં છ છગ્ગા ફટકારી શકે.

સોર્સ : Google

આ યાદીમાં શ્રીલંકાની સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ સામેલ છે. 2007માં શ્રીલંકાએ કેન્યા સામે 172 રનથી જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટી જીત છે. આ રેકોર્ડ તોડવો પણ લગભગ અશક્ય છે. તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર પણ હતો.

સોર્સ : Google

T20 વર્લ્ડ કપ 2024માં એક મોટો રેકોર્ડ બન્યો હતો. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને પાપુઆ ન્યુ ગિની સામેના 4 ઓવરના સ્પેલમાં કોઈ રન નહતો આપ્યો અને ત્રણ વિકેટ લીધી હતી. T20 વર્લ્ડ કપમાં સતત ચાર મેડન ઓવર હવે ભાગ્યે જ જોવા મળે.

સોર્સ : Google

T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ 27 બોલનો છે. જોકે, જ્યારે ફુલ મેમ્બર ટીમ કે T20 વર્લ્ડ કપની વાત આવે છે, ત્યારે 50 બોલમાં સદી પણ મુશ્કેલ લાગે છે. જ્યારે ક્રિસ ગેલે T20 વર્લ્ડ કપ 2016માં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી.

સોર્સ : Google