લીવર ખરાબ થાય તે પહેલા શરીરમાં દેખાય આ લક્ષણો

લીવર ડેમેજ થવાના શરૂઆતના લક્ષણો શું છે જેને તમે સરળતાથી ઓળખી શકો છો.

લીવર ડેમેજ થતા સૌ પ્રથમ તમને પેટમાં દુખાવો અને સોજો આવે છે. કારણ કે જ્યારે લીવર પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતું ત્યારે તેની અસર સૌથી પહેલા પેટ પર જોવા મળે છે.

લીવર યોગ્ય રીતે કામ ન કરવાના કારણે પેટમાં પ્રવાહી જમા થવા લાગે છે. આ કારણે તમને પેટમાં દુખાવો થાય છે. પગની ઘૂંટીઓમાં સોજાની સમસ્યા લાગે છે તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.

લીવર ડેમેજ થવાના કારણે શરીરમાં પિત્ત ક્ષારની સાંદ્રતા વધે છે, ત્યારે તે ત્વચા પર ખંજવાળ તરીકે દેખાય છે.

લીવર પાચનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે તેને નુકસાન થાય છે, ત્યારે લીવરની સમસ્યાઓ ઊભી થાય છે. તમને ઉબકા, ઉલ્ટી અને ઝાડાની સમસ્યા થવા લાગે છે.