ગ્લેમરની દુનિયા છોડી આ સ્ટાર્સ વિદેશમાં થયા સ્થાયી

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા છે. પોતાના પરિવાર સાથે વિદેશમાં ઘર બનાવ્યું છે. એક સમયે બોલિવૂડ જગતના સ્ટાર બનેલા આ કલાકારો ગુમનામ જીવન જીવી રહ્યા છે

હવે અનુષ્કા શર્માનું નામ પણ એવા સ્ટાર્સની યાદીમાં ઉમેરાઈ ગયું છે જે ટૂંક સમયમાં લંડન શિફ્ટ થવા જઈ રહ્યા છે.

બોલિવૂડની બોલ્ડ ક્વીન મલ્લિકા શેરાવત પણ ભારત છોડીને વિદેશમાં રહે છે. મલ્લિકા શેરાવતનું અમેરિકાના લોસ એન્જલસમાં પોતાનું ઘર છે. ભારતમાં શૂટિંગ પૂર્ણ કર્યા પછી, અભિનેત્રી તરત જ તેના ઘરે પાછી ફરે છે.

આનંદ આહુજા સાથે લગ્ન કર્યા પછી, સોનમ કપૂર લંડન શિફ્ટ થઈ ગઈ. એટલું જ નહીં, અભિનેત્રીએ બોલિવૂડની દુનિયાથી પણ પોતાને દૂર કરી. હવે, અભિનેત્રી ફક્ત કામ માટે ભારત આવે છે.

માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ ખુલાસો કર્યો કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના બાળકોને આ ગ્લેમરસ દુનિયાથી દૂર રાખવા માંગતા હતા. તેથી તેણે બહાર જવાનું નક્કી કર્યું.

આ યાદીમાં બોલિવૂડ ફિલ્મ 'મોહબ્બતેં' ફેમ જુગલ હંસરાજનું નામ પણ સામેલ છે. પોતાની અભિનય કારકિર્દીથી દૂર થયા પછી, અભિનેતા તેની પત્ની જાસ્મીન ઢિલ્લોન અને પુત્ર સિદાક સાથે ન્યુ યોર્ક, યુએસએમાં રહે છે.

2016 માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા બાદ પ્રીતિ ઝિન્ટા અમેરિકા શિફ્ટ થઈ ગઈ. પ્રીતિ કેલિફોર્નિયામાં તેના બે બાળકો અને પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છે.

આ યાદીમાં બોલિવૂડ દિવા સેલિના જેટલીનું નામ પણ સામેલ છે. પીટર હાગ સાથે લગ્ન કર્યા પછી અભિનેત્રીએ ભારત છોડી દીધું. તે હવે ઑસ્ટ્રિયામાં રહે છે.

આ યાદીમાં પ્રિયંકા ચોપરા ટોપ પર છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ તે પતિ આને દીકરી સાથે અમેરિકા રહે છે.