1 સપ્ટેમ્બરથી બદલાશે આ નિયમો, દરેકના ખિસ્સા પર પડશે અસર!

1 સપ્ટેમ્બરના દિવસે સામાન્ય માણસ સાથે જોડાયેલા કામના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં, તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરથી લઈને આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સુધીના નિયમો બદલાશે.

આવો, ચાલો જાણીએ કે 1 સપ્ટેમ્બર, 2024થી કયા નિયમો બદલાશે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.

1 સપ્ટેમ્બરે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવાની ધારણા છે.

1 સપ્ટેમ્બરથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના દરોમાં ફેરફારની અપેક્ષા છે.

આધાર ફ્રી અપડેટ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર દસ્તાવેજોને અપડેટ કરવાની મફત સેવાને લંબાવી શકે છે

ટેલિમાર્કેટિંગ કંપનીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં નવી બ્લોકચેન-આધારિત સિસ્ટમમાં શિફ્ટ થવું પડશે, જેનાથી સુરક્ષામાં વધારો થશે અને સ્પામ કૉલ્સમાં ઘટાડો થશે.

ક્રેડિટ કાર્ડના નવા નિયમો સપ્ટેમ્બરથી અમલમાં આવશે. HDFC બેંકે યુટિલિટી બિલ પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ્સની મર્યાદા નક્કી કરી છે.

એવી અપેક્ષા છે કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3 ટકાનો વધારો થઈ શકે છે.