આ રાજવી પરિવારો પાસે છે વિશ્વમાં સૌથી વધુ સોનું, દરરોજ ખોબલે ખોબલે લૂંટાવે તો પણ નહિ ખૂટે

વિશ્વના ઘણા દેશોમાં હજુ પણ રાજાશાહી અકબંધ છે. જેમાં સાઉદી અરેબિયા, થાઈલેન્ડ અને બ્રુનેઈનો સમાવેશ થાય છે. આ દેશોમાં ઘણું સોનું છે. ઘણા રાજવી પરિવારો પાસે પણ ઘણું અંગત સોનું હોય છે.

સાઉદી અરેબિયાનો ગોલ્ડ રિઝર્વ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 323.07 ટન હતો. આજે ભારતમાં એક કિલો સોનાનો ભાવ 7169100 રૂપિયા છે. આ હિસાબે ભારતીય ચલણમાં સાઉદી અરેબિયાના ગોલ્ડ રિઝર્વની કિંમત 2.31 લાખ કરોડ રૂપિયા છે.

થાઈલેન્ડ પાસે 235,000 કિગ્રા (235 ટન) સોનું છે. તેમના સોનાની કિંમત લગભગ 1.68 લાખ કરોડ રૂપિયા છે.

કતાર પાસે 106000 કિલો સોનું છે. આટલા સોનાની કિંમત 75,992 કરોડ રૂપિયા છે.

બ્રુનેઈમાં 5000 કિલો સોનું છે. એટલે કે આ દેશમાં લગભગ 3584.55 કરોડ રૂપિયાનું સોનું છે.

ઓમાન પાસે 7000 કિલો સોનું છે. અહીં પણ રાજાશાહી છે. આ દેશમાં સોનાની કુલ કિંમત અંદાજે 5018.37 કરોડ રૂપિયા છે.

એવું માનવામાં આવે છે કે માલીના રાજા મનસા મુસા પાસે ઇતિહાસમાં સૌથી વધુ સોનું હતું. તેણે ઘણું સોનું દાન કર્યું હતું.