કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તંદુરસ્ત આહાર અને કસરત બેસ્ટ ઉપાય છે. સારા કોલેસ્ટ્રોલ વધારતા અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડતા ફળો, ડ્રાયફ્રુટ્સ, લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો જોઇએ.
સોર્સ : Google
ધૂમ્રપાન ટાળવું જોઇએ કારણ કે ધૂમ્રપાન કરવાથી સારો કોલેસ્ટ્રોલ (HDL) ઘટે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધે છે.
સોર્સ : Google
સફરજન અને નારંગી જેવા ફળોમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આ ફળોમાં એન્ટીઓક્સિડન્ટસ પણ હોય છે, જે હ્રદયને સુરક્ષિત રાખે છે. નાસ્તામાં આ ફળો ખાવા અથવા જ્યૂસ તરીકે પી શકાય છે.
સોર્સ : Google
બદામ અને અખરોટ બન્ને હ્રદય માટે શ્રેષ્ઠ છે. બદામ અને અખરોટ સીધા ખાઇ શકાય છે તેમજ તેનો પાઉડર બનાવી દૂધ સાથે કે સ્મૂધી બનાવી લઇ શકાય છે. આ બંને કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
સોર્સ : Google
લીલા શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે બેસ્ટ છે. પાલક, કોળું, મીઠો લીમડો સહિત લીલા શાકભાજીમાં લ્યુટિન અને અન્ય પૃથ્થકાંશક ઘટકો હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને હ્રદયના આરોગ્યને મજબૂત બનાવવા માટે મદદ કરે છે.