યશસ્વી જયસ્વાલ IPL 2023થી ચમક્યો હતો અને ત્રણેય ફોર્મેટમાં તેણે ધૂમ મચાવી હતી. હવે તેણે T20 WC 2024 માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.

તેણે અત્યાર સુધીમાં 17 T20I મેચ રમી છે, જેમાં તેણે 4 અડધી સદી અને એક સદીની મદદથી 502 રન બનાવ્યા છે.

અનુભવી સંજુ સેમસન પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે. તેણે 25 T20I મેચમાં 4 અર્ધશતક સાથે 318 રન બનાવ્યા છે.

IPL 2024માં સેમસન સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે 9 મેચમાં 4 અડધી સદીની મદદથી 385 રન બનાવ્યા છે.

શિવમ દુબેને પણ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તક મળી છે. તેના નામે 21 T20I મેચોમાં 4 અડધી સદી સાથે 276 રન છે.

શિવમ દુબે IPL 2024માં વિસ્ફોટક બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેણે 9 મેચમાં 350 રન બનાવ્યા છે.

IPLના ટોપ વિકેટ ટેકર યુઝવેન્દ્ર ચહલને પણ આ વખતે T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કર્યો છે. ચહલે 80 T20I મેચમાં 96 વિકેટ લીધી છે.

સ્પિન માસ્ટર કુલદીપ યાદવ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમશે. તેણે 35 T20I મેચોમાં 59 વિકેટ લીધી છે.

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે. તેણે અત્યાર સુધી 10 T20I મેચમાં 12 વિકેટ ઝડપી છે.