IPLમાં 2024માં કોમેન્ટ્રરી દરમિયાન માહી માર રહા હૈ…ઘણી વાર સાંભળ્યું હશે. જો કે, આ કદાચ આવતા વર્ષે સાંભળવા મળશે નહીં, કારણ કે એમએસ ધોની માટે આઈપીએલની આ છેલ્લી સિઝન હશે.

ફાફ ડુપ્લેસીસ છેલ્લા ત્રણ વર્ષથી આરસીબી ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. પરંતુ આ વર્ષે તેનું અને ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી, જ્યારે તેની વય થોડા મહિનામાં 40ને પાર કરી જશે. આ કારણે આગામી મેગા ઓક્શન પહેલા નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

દિનેશ કાર્તિક પણ IPL 2024 પછી IPLમાં કદાચ જોવા નહીં મળે. બેંગલુરુ ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. કાર્તિક હાલમાં 38 વર્ષનો છે. IPL 2025માં કોમેન્ટ્રી કરી શકે છે.

દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર ઈશાંત શર્મા આઈપીએલ 2025માં લગભગ જોવા મળશે નહીં. ઈશાંતની હાલની ઉંમર 35 વર્ષ છે. આગામી સમયમાં ભાગ્યે જ કોઈ ટીમ ખરીદશે.

ગુજરાત ટાઇટન્સના વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાની પણ વય ઘણી છે. હાલમાં તેની ઉંમર 39 વર્ષની છે. જેના પગલે તે આગામી IPLમાં જોવા મળે તેવી શક્યતા ઓછી છે.

પંજાબ ટીમના કેપ્ટન શિખર ધવન માટે પણ આ છેલ્લી સિઝન હોવાની શક્યતા છે. તેની ફિટનેસ, ઉંમર અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. જો આવતા વર્ષે મેગા ઓક્શન થશે તો તેને ભાગ્યે જ કોઈ ખરીદનાર મળશે.