ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઈઝ મની કરતા વધુ છે આ ખેલાડીઓની IPL સેલેરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની પ્રાઈઝ મનીની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે. આ વખતે ચેમ્પિયન બનનાર ટીમને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ 19.46 કરોડ રૂપિયા આપવામાં આવશે.

પરંતુ IPL રમતા કેટલાક ખેલાડીઓ એવા છે જેમની એક સિઝનની સેલેરી આ પ્રાઈઝ મની કરતાં વધુ છે.

રિષભ પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને IPL 2025માં સેલેરી તરીકે 27 કરોડ રૂપિયા મળશે.

શ્રેયસ ઐય્યર પણ પંતથી પાછળ નથી. આ વખતે મેગા ઓક્શનમાં પંજાબની ટીમે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

KKRના વેંકટેશ ઐયરની IPL સેલેરી પણ ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઈઝ મની કરતાં વધુ છે. ઐયરને આગામી સિઝનમાં 23.75 કરોડ મળશે.

સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી સિઝન માટે સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

આ યાદીમાં વિરાટ કોહલી અને નિકોલસ પૂરનનો પણ સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓને આગામી સિઝનમાં બંનેને 21 કરોડ રૂપિયા મળશે.