ઈજાના કારણે IPL 2025માંથી બહાર થઈ ગયા છે આટલા ખેલાડીઓ

CSKનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ કોણીની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એમએસ ધોની ટીમની કેપ્ટનસી કરી રહ્યો છે.

SRHની ટીમમાં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​એડમ ઝામ્પાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈજાને કારણે ઝમ્પા હવે IPL 2025નો ભાગ નથી.

GTનો ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયા છે. 6 એપ્રિલના રોજ SRH સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ફિલિપ્સ ઈજાગ્રસ્ત થયો હતો.

ફાસ્ટ બોલર ઉમરાન મલિકને KKR એ IPL 2025 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ સિઝનની શરૂઆત પહેલા જ ઈજાના કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

LSGનો ફાસ્ટ બોલર મોહસીન ખાન પણ સિઝનની શરૂઆત પહેલા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

SRHનો ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે પગના અંગૂઠામાં ઈજાને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે.

PBKSનો ફાસ્ટ બોલર ડાબા પગમાં ઈજા થતા તે લગભગ આખી સિઝન માટે IPLમાંથી બહાર થઈ ગયો છે.