IPL 2025 માટે કરોડો રૂપિયા લઈ ટીમને ચૂનો લગાવી રહ્યા છે આ ખેલાડીઓ
IPL 2025માં ઘણી ફ્રેન્ચાઈઝીએ કરોડોનો ખર્ચો કરીને સ્ટાર ખેલાડીઓને પોતાની ટીમમાં લીધા છે. પરંતુ આ ખેલાડીઓનું અત્યાર સુધીનું પ્રદર્શન કઈ ખ નથી રહ્યું.
લખનૌ સુપર જાયન્ટ્સે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો. અત્યાર સુધીમાં તેણે 4 મેચમાં 4.75ની એવરેજ અને 59.38ની સ્ટ્રાઇક રેટથી 19 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તેણે 4 મેચમાં 143ની સરેરાશથી માત્ર એક વિકેટ લીધી છે.
મેગા ઓક્શન દરમિયાન પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચહલે અત્યાર સુધી 4 મેચમાં ફક્ત એક જ વિકેટ લીધી છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. અભિષેકે અત્યાર સુધીમાં 5 મેચમાં 10.2ની એવરેજથી 51 રન બનાવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ સિઝનમાં, તેણે 4 મેચમાં 9.50ની એવરેજથી 38 રન બનાવ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર