વૈભવ સૂર્યવંશીની જેમ રાતો-રાત સ્ટાર બન્યા આ ખેલાડીઓ, પછી થઈ ગયા ગુમનામ

વૈભવ સૂર્યવંશી IPLના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારીને આખી દુનિયાને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.

વૈભવ સૂર્યવંશીની આ પ્રથમ IPL સિઝન છે. લોકો આશા રાખી રહ્યા છે કે તેની કારકિર્દી લાંબી રહેશે. જોકે, IPLમાં ઘણા ખેલાડીઓ એવા રહ્યા છે જેમણે વૈભવની જેમ ખ્યાતિ મેળવી હતી પરંતુ પછીથી તે ખ્યાતિ ન જાળવી.

IPL 2008માં RR માટે ગોવાના બેટ્સમેન સ્વપ્નિલ અસ્નોડકરે શાનદાર બેટિંગ કરી હતી. તેની બેટિંગને કારણે RR ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું. તેણે 9 મેચમાં 35ની એવરેજ અને 133ની સ્ટ્રાઈક રેટથી 311 રન બનાવ્યા હતા.

2008 પછી, ઓપનર તરીકે અસ્નોડકરનો ડાઉનફોલ શરૂ થયો અને તે 2009થી 2011 વચ્ચે 11 મેચમાં માત્ર 112 રન બનાવી શક્યો.

IPL 2008માં મનપ્રીત ગોનીએ CSK માટે 17 વિકેટ લીધી હતી. આ કારણે તેને ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન મળ્યું હતું. મનપ્રીત ગોનીને ઘણી ખ્યાતિ મળી, પરંતુ ગોની પોતાની પ્રતિભા જાળવી રાખવામાં નિષ્ફળ ગયો.

તેનો ડાઉનફોલ 2009થી શરૂ થયો. ગોનીએ 2009થી 2017ની સિઝન વચ્ચે 28 મેચોમાં 20 વિકેટ લીધી હતી.

પંજાબ માટે પોલ વલ્થાટીએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે CSK સામે 120 રનની ઈનિંગ રમી હતી. તેણે 2011માં 463 રન બનાવ્યા હતા.

આ પછી, 2012 અને 2013માં, તેણે કુલ 7 મેચ રમી અને ફક્ત 36 રન બનાવ્યા હતા. 2013 પછી, તે ક્યારેય IPLમાં રમતો જોવા નહતો મળ્યો.

સૌરભ તિવારીએ IPL 2010માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 419 રન બનાવ્યા હતા. તે પછી, સૌરભ 8 સીઝન રમ્યો પરંતુ ક્યારેય 200 રનનો આંકડો પણ ન પાર કરી શક્યો.