વિરાટ કોહલીની ઓરેન્જ કેપની રેસમાં એન્ટ્રી, ટોપ-5માં છે આ ખેલાડીઓ
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી IPL 2025ની 42મી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી.
આ મેચમાં વિરાટ કોહલીએ 40 બોલમાં 70 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
વિરાટે આ સિઝનમાં 5 અર્ધશતક ફટકાર્યા છે. હવે તે ઓરેન્જ કેપની રેસમાં ટોપ ૫મ આવી ગયો છે.
ચાલો તમને IPL 2025માં અત્યાર સુધી ઓરેન્જ કેપ રેસમાં ટોપ 5 બેટ્સમેન કોણ છે તેની માહિતી આપીએ.
આ યાદીમાં ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન સાઈ સુદર્શન પહેલા નંબર પર છે. તે IPL 2025માં અત્યાર સુધીમાં 400નો આંકડો પાર કરનાર એકમાત્ર બેટ્સમેન છે. સાઈ સુદર્શને અત્યાર સુધીમાં 8 ઈનિંગ્સમાં કુલ 417 રન બનાવ્યા છે.
ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 9 ઈનિંગ્સમાં 392 રન બનાવ્યા છે.
લખનૌ સુપર જાયન્ટ્સનો બેટ્સમેન નિકોલસ પૂરન આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેણે 9 મેચની 9 ઈનિંગ્સમાં 377 રન બનાવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ 9 મેચની 9 ઈનિંગ્સમાં 373 રન સાથે યાદીમાં ચોથા સ્થાને છે.
ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન જોસ બટલરે 8 મેચની 8 ઈનિંગ્સમાં 356 રન બનાવ્યા છે અને તે યાદીમાં પાંચમા ક્રમે છે.