આ લોકો નહિ ખરીદી શકે નવું સિમ કાર્ડ, સરકારે બનાવી યાદી

સિમ કાર્ડ ધારકો માટે સરકાર એક બ્લેક લિસ્ટ તૈયાર કરી રહી છે જેમાં એવા યુઝર્સને રાખવામાં આવશે જેઓ નવા સાયબર સિક્યોરિટી નિયમોનું પાલન નથી કરી રહ્યા.

દેશના કરોડો મોબાઈલ યુઝર્સને સાયબર ફ્રોડથી રાહત આપવા માટે સરકારે આવા લોકોની યાદી બનાવવાનું શરૂ કરી દીધું છે જેમને ફરીથી સિમ કાર્ડ આપવામાં આવશે નહીં.

નવા નિયમ હેઠળ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ નકલી કોલ અને SMS પર અંકુશ લગાવવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જે લોકો બીજાના નામે સિમ કાર્ડ લઈ વાપરે છે, અથવા છેતરપિંડીવાળા મેસેજ મોકલે છે, સરકાર આવા યુઝર્સને સાયબર સિક્યોરિટી માટે જોખમી કેટેગરીમાં મૂકવામાં આવશે.

આવા યુઝર્સને બ્લેકલિસ્ટ કરવાથી સિમ કાર્ડ બ્લોક થઈ જશે. ઉપરાંત, 6 મહિનાથી 3 વર્ષ સુધી તેમના નામે કોઈ કનેક્શન આપવામાં આવશે નહીં.

કોઈ બીજાના નામે સિમ કાર્ડ લેવુંએ ગુનો છે. આ સિવાય ફેક મેસેજ મોકલવાને પણ સજાપાત્ર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

2025 થી, આવા વપરાશકર્તાઓના નામ બ્લેકલિસ્ટમાં ઉમેરવામાં આવશે અને તમામ ટેલિકોમ ઓપરેટરો સાથે શેર કરવામાં આવશે, જેથી તેમના નામે સિમ કાર્ડ ફરીથી જારી ન થાય.

સાયબર સિક્યોરિટી નિયમો હેઠળ, આવા યૂઝર્સની યાદી બનાવ્યા બાદ સરકાર દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવશે, જેનો તેમણે 7 દિવસની અંદર જવાબ આપવાનો રહેશે.

જાહેર હિતની બાબતોમાં સરકાર નોટિસ આપ્યા વિના પણ પગલાં લઈ શકે છે.

આવી સ્થિતિમાં 6 મહિનાથી 3 વર્ષ સુધી નવું સિમ કાર્ડ આપવામાં આવશે નહીં.