બ્રશ કરતી વખતે થતી આ ભૂલો બને છે દાંતની સેન્સિટીવીટીનું કારણ
દાંતની સેન્સિટીવીટી એક સામાન્ય સમસ્યા છે, જે ઠંડા, ગરમ, મીઠા કે ખાટા ખોરાક ખાતી વખતે દાંતમાં કળતર અથવા દુખાવોનું કારણ બને છે.
ખોટી રીતે બ્રશ કરવાની આદતોને કારણે આ સમસ્યા ઘણીવાર વધે છે. યોગ્ય તકનીક અને કાળજીથી આ સમસ્યા ટાળી શકાય છે.
હાર્સ બ્રિસલ્સવાળા બ્રશ દાંતના ઈનેમલને નુકસાન પહોંચાડે છે, જે સેન્સિટીવીટી વધારે છે. નિષ્ણાતો સોફ્ટ અથવા મિડીયમ બ્રિસલ્સવાળા બ્રશનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
ઘણા લોકો બ્રશ કરતી વખતે ખૂબ ફોર્સ લગાવે છે, જેના કારણે ઈનેમલ ઘસાઈ શકે છે અને પેઢા નબળા પડી જાય છે, જે દાંતના મૂળને ખુલ્લા કરી શકે છે. બ્રશ કરતી વખતે, વ્યક્તિએ હળવા હાથે અને સર્ક્યુલર મોશનમાં બ્રશ કરવું જોઈએ.
ખાટા પદાર્થો ખાધા પછી તરત જ બ્રશ કરવાથી ઈનેમલને નુકસાન થાય છે, કારણ કે એસિડિક પદાર્થો દાંતને અસ્થાયી રૂપે નરમ બનાવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ ઓછામાં ઓછી 30 મિનિટ રાહ જોવી જોઈએ.