શિખર ધવને તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2022માં રમી હતી અને હવે તેણે 2024માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
યુવરાજ સિંહે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી અને ત્યારબાદ તેણે 2019માં નિવૃત્તિ જાહેર કરી હતી.
હરભજન સિંહે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2015માં રમી હતી, ત્યારબાદ તેણે વર્ષ 2021માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
વીરેન્દ્ર સેહવાગને 2013ની શરૂઆતમાં તમામ ફોર્મેટમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે 2015માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઝહીર ખાને તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2014માં રમી હતી અને તેણે 2015માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
2019 ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં તેની છેલ્લી મેચ રમ્યા પછી, એમએસ ધોનીએ 2020માં 15મી ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
સુરેશ રૈનાએ તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2018માં રમી હતી. વર્ષ 2020માં ધોનીએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ રૈનાએ પણ 15મી ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરી હતી.