રોહિત શર્મા ઉપરાંત ICC રેન્કિંગમાં નંબર-1 છે આ ભારતીય ખેલાડીઓ

સોર્સ : Instagram

વિશ્વ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓનો જલવો છે. તેઓ ત્રણેય ફોર્મેટમાં પ્રભુત્વ મેળવી રહ્યા છે. ICC મેન્સ રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 5 ભારતીય ખેલાડીઓ પહેલા નંબર પર છે.

સોર્સ : Google

રોહિત શર્મા હાલમાં જ ODI માં નંબર 1 બેટ્સમેન બન્યો છે. તેણે શુભમન ગિલ અને ઈબ્રાહીમ ઝદરનને પાછળ છોડી દીધા છે. તેના રેટિંગ પોઈન્ટ 781 છે.

સોર્સ : ESPNcricinfo

અભિષેક શર્માએ T20 ફોર્મેટમાં કમાલ કરી છે, તે 1 ઓક્ટોબર 2025થી નંબર 1 બેટ્સમેન છે. તેના રેટિંગ પોઈન્ટ 926 છે.

સોર્સ : ESPNcricinfo

T20માં નંબર 1 બોલર સ્પિનર ​​વરુણ ચક્રવર્તી છે. તેણે આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. તે 17 ઓક્ટોબર 2025થી આ સ્થાન પર છે. તેના રેટિંગ પોઈન્ટ 803 છે.

સોર્સ : ESPNcricinfo

જસપ્રીત બુમરાહ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં કમાલ કરી રહ્યો છે. તે લગભગ એક વર્ષથી નંબર 1 ટેસ્ટ બોલર છે. તેના રેટિંગ પોઈન્ટ 882 છે.

સોર્સ : ESPNcricinfo

રવિન્દ્ર જાડેજા પણ રેડ-બોલ ફોર્મેટમાં બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યો છે. તે 9 માર્ચ 2022થી એટલે કે ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, જે એક મોટો રેકોર્ડ છે. તેના રેટિંગ પોઈન્ટ 426 છે.

સોર્સ : ESPNcricinfo