2025માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયા આ ભારતીય ક્રિકેટર્સ
સોર્સ : ESPNcricinfo
ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ 2025માં સૌથી વધુ સર્ચ કરાયેલ ક્રિકેટર 14 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી છે.
સોર્સ : ESPNcricinfo
પંજાબ કિંગ્સ તરફથી રમનાર પ્રિયાંશ આર્યા આ યાદીમાં બીજા ક્રમે છે.
સોર્સ : ESPNcricinfo
આ યાદીમાં ત્રીજા ક્રમે 25 વર્ષનો ધાકડ બેટ્સમેન અભિષેક શર્મા છે, જેણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓપનર તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે.
સોર્સ : ESPNcricinfo
ગુંટુરનો 21 વર્ષીય શેખ રશીદ આ યાદીમાં ચોથા ક્રમે છે. તે IPL 2025માં CSK તરફથી રમ્યો હતો.
સોર્સ : ESPNcricinfo
વિમેન્સ વર્લ્ડ કપ 2025ની વિનર ટીમનો ભાગ રહેલી જેમિમા રોડ્રિગ્સ આ યાદીમાં પાંચમા ક્રમે છે.
સોર્સ : ESPNcricinfo
ચેન્નાઈ સુપર કિંગ્સનો યુવા ઓપનર આયુષ મ્હાત્રે આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે.
સોર્સ : ESPNcricinfo
વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના આ યાદીમાં સાતમા ક્રમે છે.
સોર્સ : ESPNcricinfo
કરુણ નાયર ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન અને ઈંગ્લેન્ડ સામે ઘણા વર્ષો પછી ટીમ ઇન્ડિયામાં તેની વાપસી માટે સમાચારમાં છે. કરુણ આ યાદીમાં આઠમા સ્થાને છે.
સોર્સ : ESPNcricinfo
CSKનો વધુ એક ખેલાડી આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં નવમા ક્રમે ઉર્વીલ પટેલ છે.
સોર્સ : ESPNcricinfo
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહેલો વિગ્નેશ પુથુર આ યાદીમાં દસમા ક્રમે છે.