મહિલાઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું આ ઐતિહાસિક સ્થળોનું નિર્માણ

ભારતમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે, જે મહારાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ઐતિહાસિક સ્થળો પણ છે જે મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ચાલો જાણીએ મહિલાઓ દ્વારા બનાવેલા સ્થળો વિશે.

દિલ્હીમાં હુમાયુનો મકબરો હુમાયુની પત્ની હામિદ બાનો બેગમે બનાવ્યો હતો. લાલ રેતીના પથ્થરથી બનેલા આ મકબરા પર પર્શિયન ગુંબજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ભવ્યતા જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ લગભગ 740 બીસીમાં થયું હતું. તે રાણી લોકમહાદેવીએ તેમના પતિ રાજા વિક્રમાદિત્ય બીજાના પલ્લવ શાસકો પરના વિજયની યાદમાં બનાવ્યું હતું. આ મંદિરની ભવ્યતા આજે પણ જોવા જેવી છે.

પાટણમાં આવેલી રાણકી વાવ વિશ્વની સૌથી સુંદર વાવમાંની એક છે. તે રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી. આ જગ્યાએ ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે.

કાશ્મીરના ગુલમર્ગમાં સ્થિત મોહિનેશ્વર શિવાલય મંદિરનું નિર્માણ 1915માં રાજા હરિ સિંહના પત્ની મહારાણી મોહિની બાઈ સિસોદિયાએ કરાવ્યું હતું. રાણીના નામ પરથી તેનું નામ મોહિનેશ્વર શિવાલય રાખવામાં આવ્યું.

ઈત્માદ-ઉદ-દૌલાનો મકબરો આગ્રામાં છે, જે મુઘલ સમ્રાટ જહાંગીરના પત્ની નૂરજહાંએ તેમના પિતા મિર્ઝા ગિયાસ બેગને શ્રદ્ધાંજલિ આપવા માટે યમુના કિનારે બનાવ્યો હતો. ભારતીય ઇતિહાસમાં બનેલ આ પહેલો આરસપહાણનો મકબરો છે.

દિલ્હીમાં પુરાના કિલ્લાની સામે સ્થિત ખ્યાર અલ-મંઝિલનું નિર્માણ 1561માં અકબરના સેવક માહમ અગા દ્વારા કરવામાં આવ્યું હતું.

જૌનપુરમાં આવેલી લાલ દરવાજા મસ્જિદ સુલતાન મહમૂદ શરકીના પત્ની બેગમ રાજે બીબી દ્વારા બનાવવામાં આવી હતી. આ મસ્જિદ સંત સૈયદ અલી દાઉદ કુતુબુદ્દીનને સમર્પિત છે.

આ ઉપરાંત, મિરજાન કિલ્લો, માહિમ કાસવે મુંબઈ, દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા વગેરે પણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.