ઉનાળામાં આ ફળો ડિહાઇડ્રેશનની સમસ્યા કરશે દૂર

ઉનાળામાં સંતરા દરેક જગ્યાએ મળી જાય છે. આ ફળની તાસીર ઠંડી હોય છે. આ થોડું ખાટું હોય છે, પરંતુ ઉનાળામાં રોજ ખાવાથી ગરમીથી બચી શકાય છે. તેમાં પોટેશિયમ હોય છે, જે ઉનાળામાં પરસેવાથી શરીરમાં પોટેશિયમની કમીને પૂરી કરે છે. 88 ટકા પાણીથી ભરપૂર આ ફળમાં વિટામિન-C, A, કેલ્શિયમ અને ફાઇબર હોય છે.

તરબૂચ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તરબૂચમાં ફાઇબર, વિટામિન-C, વિટામિન-A, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ લાઇકોપિન હોય છે. ખાસ કરીને ઉનાળામાં તાજગી માટે એક પ્લેટ તરબૂચ જરૂર ખાઓ, પરંતુ તેને ખાધા પછી પાણી પીવાથી બચો.

ટામેટાં દરેક સિઝનમાં સરળતાથી મળી જાય છે. ઉનાળામાં તેને કાચું ખાવાથી વિટામિન-A, B-2, C, ફોલેટ, ક્રોમિયમ, ફાઇબર, પોટેશિયમ અને ફાઇટોકેમિકલ્સ જેવા પોષકતત્વો મળે છે. તેનો સલાડ બનાવીને ખાવાથી કેન્સર, ઓટોઇમ્યુન ડિસઓર્ડર અને હૃદયરોગની સંભાવના ઘટે છે.

કાકડી ડિહાઇડ્રેશનની સમસ્યાને દૂર કરે છે. વિટામિન K, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોવા સાથે તેમાં 95 ટકા પાણી હોય છે. તેમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. કાકડી શરીર માટે ઉત્તમ ડિટોક્સિફાયર છે અને ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવાનો શાનદાર ઘરગથ્થુ ઉપાય પણ છે.

કેરી પોષકતત્વોથી ભરપૂર હોય છે. કેરીમાં વિટામિન-A અને C, સોડિયમ, ફાઇબર અને 20થી વધુ મિનરલ્સ હોય છે, જે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. તેના સેવનથી ઇમ્યુનિટી વધે છે, સ્થૂળતા, હૃદયરોગ અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.