વિરાટ-રોહિત સહિત આ આઠ ખેલાડીઓએ WTC 2023-25 સાયકલમાં લીધી નિવૃત્તિ
ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં રમેલી 67 મેચમાં 4301 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા પછી 36 વર્ષીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કિંગ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 9230 રન બનાવ્યા હતા.
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. 38 વર્ષીય ભારતીય બોલરે 106 ટેસ્ટ મેચોમાં કુલ 537 વિકેટ લીધી હતી.
ન્યુઝીલેન્ડના દિગ્ગજ બોલર ટિમ સાઉથીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ સિરીઝ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 107 ટેસ્ટ મેચોમાં 391 વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાના સ્ટાર ઓપનર બેટ્સમેન ડીન એલ્ગરે પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 સાયકલમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 86 ટેસ્ટ મેચમાં 5347 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે 112 ટેસ્ટ મેચમાં 8786 રન બનાવ્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
ઈંગ્લેન્ડના મહાન બોલરોમાંથી એક સ્ટુઅર્ટ બ્રોડે 2023માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 38 વર્ષીય આ બોલરે 167 ટેસ્ટ મેચમાં 604 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડના બીજા શ્રેષ્ઠબોલર જેમ્સ એન્ડરસને પણ WTC 2023-25 સાયકલમાંમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 188 મેચમાં 704 વિકેટ લીધી હતી.