દુનિયામાં એવા કેટલાક દેશ છે જ્યાં નાગરિકોએ કોઇ ટેક્સ ભરવો પડતો નથી. આવા જ દેશ વિશે જાણીયે..
કોઇ પણ દેશમાં ટેક્સ, ત્યાંની સરકારની આવકનો એક મોટો આધાર હોય છે જેના દમ પર વિકાસની યોજનાઓ તૈયાર થાય છે.
ભારતમાં પણ પોતાની કમાણીનો કેટલોક હિસ્સો સરકારને ટેક્સ રૂપે આપવો પડે છે.વિશ્વમાં એવા પણ કેટલાક દેશ છે જ્યાં સરકારને કોઇ ટેક્સ આપવો પડતો નથી.
જે દેશોમાં નાગરિકો પર કોઇ ટેક્સ લેવામાં આવતો નથી તેમાં એક દેશ છે સંયુક્ત અરબ અમીરાત (UAE). અહીં જનતાએ કોઇ ટેક્સ આપવો પડતો નથી.
કુવૈતમાં પણ સરકારે પોતાના દેશની જનતાને ટેક્સના ભારથી મુક્ત રાખી છે. અહીંની ઇકોનોમી તેલ પર ટકેલી છે.
બહેરીનમાં કોઇ ટેક્સ નથી. ફાઇનાન્સિયલ સેક્ટર અને મજબૂત બેન્કિંગ સિસ્ટમ પણ અહીંની ઇકોનોમી ગ્રોથમાં મદદ કરે છે. સાઉદી અરબમાં પણ ટેક્સની કોઇ જોગવાઇ નથી.
બ્રુનેઇ,બહમાસ, કતાર,ઓમાન,માનાકોમાં પણ સરકારે ઇન્કમ પર કોઇ ટેક્સની જોગવાઇ રાખી નથી.