આ બોલિવૂડ સ્ટાર્સ બાબા સિદ્દીકીના એક ફોન પર હાથ જોડીને આવી જતા
બોલિવૂડ સ્ટાર્સના નજીકના અને NCP નેતા અને મુંબઈમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકની દશેરાના રોજ ગોળીમારી હત્યા કરવામાં આવી છે. બાબા સિદ્દીકીના સમાચાર સાંભળીને બોલિવૂડ સ્ટાર્સ ચોંકી ગયા છે.
કિંગ ખાન અને બાબા સિદ્દીકી પણ ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દીકીએ જ શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેની લડાઈનો અંત તેમણે જ આણ્યો હતો.
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી અને બાબા સિદ્દીકી પણ ખૂબ નજીક હતા. ઈમરાન હાશ્મી અવારનવાર બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જતો હતો અને તેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં બંને ગળે મળતા જોવા મળ્યા હતા.
અભિનેતા ઝહીર ઈકબાલ પણ ઉતાવળમાં હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સોનાક્ષી સિન્હાના પતિ ઝહીર ઈકબાલ અને બાબા સિદ્દીકી વચ્ચે ગાઢ સંબંધ હતા.
શિલ્પા શેટ્ટી અને બાબા સિદ્દીકી વચ્ચે પણ ખૂબ સારી બોંડિંગ હતી. હાલમાં જ એક્ટ્રેસનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે બાબા સિદ્દીકીના મૃત્યુના સમાચાર સાંભળીને એક્ટ્રેસ ખૂબ જ રડી રહી હતી.
રિતેશ દેશમુખ અને બાબા સિદ્દીકી પણ ખૂબ નજીક હતા. બાબા સિદ્દીકીના નિધન બાદ રિતેશ દેશમુખને મોટો આઘાત લાગ્યો છે. રિતેશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ન્યાયની અપીલ કરી છે.
સંજય દત્ત અને બાબા સિદ્દીકી પણ ખૂબ નજીક હતા. ઘણી વખત સિદ્દીકી અને સંજય એકસાથે જોવા મળતા હતા.
સલમાન ખાન અને બાબા સિદ્દીકી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. ભાઈજાનને સિદ્દીકીની હત્યાના સમાચાર મળતા જ તે રાત્રે 3 વાગે તેના પરિવારને મળવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો.