બોલિવૂડની આ અભિનેત્રીઓ નથી રાખતી કરવા ચોથનું વ્રત, જાણો કારણ

અભિનેત્રી સોનમ કપૂર પતિ આનંદ આહુજા માટે કરવા ચોથનો ઉપવાસ નથી રાખતી, પરંતુ તે આ વ્રત દરમિયાન કરવામાં આવતી તૈયારીઓમાં ચોક્કસ ભાગ લે છે, કારણ કે તેને ડ્રેસિંગ, મહેંદી લગાવવી અને ખાવાનું પસંદ છે.

કરીના કપૂર પણ આ વ્રત નથી રાખતી. તેના કહેવા પ્રમાણે, તે કરવા ચોથનો ખ્યાલ નથી સમજી શકતી અને તેથી જ તે પોતાના પતિ માટે આ વ્રત નથી રાખતી. પતિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ઉપવાસ રાખવાની જરૂર નથી.

દીપિકા પાદુકોણ પણ કરવા ચોથનું વ્રત કરતી નથી. તેના જણાવ્યા અનુસાર પ્રેમ જાળવી રાખવા માટે ઉપવાસ કરવામાં માનતી નથી.

ટ્વિંકલ ખન્ના પણ પતિ માટે ઉપવાસ નથી રાખતી. તે કહે છે કે એક વ્યક્તિની ભૂખ બીજાનું જીવન લંબાવી શકતી નથી.

હેમા માલિની પણ કરવા ચોથનું વ્રત નથી કરતી, તેમના જણાવ્યા અનુસાર પતિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ઉપવાસ રાખવાની જરૂર નથી.