વર્ષ 2024માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ જે ઘણા મોટા બજેટની હતી પરંતુ તે ફિલ્મો ફ્લોપ સાબિત થઈ.

'સિંઘમ અગેન'ને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ હતો. દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, તે અત્યાર સુધી 250 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી.

જ્હાન્વી કપૂરે 'દેવરા-પાર્ટ 1' દ્વારા સાઉથમાં ડેબ્યુ કર્યું છે. આ જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા હતું, પરંતુ ફિલ્મ માત્ર 292.03 કરોડ રૂપિયાની કમાણી કરી ફ્લોપ સાબિત થઈ.

'ખેલ ખેલ મેં' અક્ષય કુમારની વર્ષની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ પણ 39.29 કરોડના કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

સૂર્યા-બોબી દેઓલની 'કંગુવા' એ વર્ષની મોંઘી ફિલ્મોમાંની એક હતી. ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા હતું, પરંતુ તે 100 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી.

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોધા' પણ મોટા બજેટની ફિલ્મોમાંથી એક છે. 55 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 35.56 કરોડની કમાણી કરી શકી હતી.

અજય દેવગનની ફિલ્મ 'મેદાન' રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર સૈયદ અબ્દુલ રહીમના જીવન પરથી પ્રેરિત હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવી શકી ન હતી અને માત્ર 53.03 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી.

આલિયા ભટ્ટની 'જીગરા' એક એક્શન અને ઈમોશનલ ડ્રામા ફિલ્મ હતી. 80 કરોડના બજેટવાળી આ ફિલ્મનું કલેક્શન માત્ર 31.98 હતું અને તે ફ્લોપ રહી હતી.

કમલ હાસનની 'ઇન્ડિયન 2' એ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી સિક્વલ હતી. પરંતુ રિલીઝ બાદ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. 250 કરોડના ખર્ચે બનેલ ઈન્ડિયન 2નું કલેક્શન માત્ર 81.32 કરોડ રૂપિયા હતું.