આ બેંકો FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ

રેપો રેટમાં ઘટાડા પછી, FD પરનું વળતર ઘટવાનું નક્કી છે. જો કે, જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરો છો, તો પણ તમને સારું વળતર મળી શકે છે.

રેપો રેટમાં ઘટાડા બાદ ઘણી બેંકોએ FD પર વ્યાજ ઘટાડ્યું છે અથવા તેને ઘટાડવાની તૈયારી કરી રહી છે.

દેશની સૌથી મોટી બેંક SBI સામાન્ય નાગરિકોને 2 વર્ષથી 3 વર્ષના સમયગાળા માટે 6.70% જયારે વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા માટે 7.20 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC પણ 15 થી 18 મહિનાના સમયગાળા માટે સામાન્ય નાગરિકોને 6.85% જયારે વરિષ્ઠ નાગરિકોને 7.35% વ્યાજ આપી રહી છે.

ICICI બેંક 18 મહિનાથી 2 વર્ષના સમયગાળા માટે સામાન્ય નાગરિકોને 6.85% ના દરે અને વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા માટે 7.35% ના દરે વ્યાજ આપી રહી છે.

PNB હજુ પણ 1 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.70% ના દરે વ્યાજ આપી રહી છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકો અને સુપર સિનિયર સિટીઝનને અનુક્રમે 7.20% અને 7.50% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

સરકારી બેંક બેંક ઓફ બરોડા 1 વર્ષની FD પર 6.70% ના દરે અને આ સમયગાળા માટે, વરિષ્ઠ નાગરિકો અને સુપર સિનિયર સિટીઝનને અનુક્રમે 7.20% અને 7.20% ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.