આ છે IPLમાં સૌથી વધુ ફાઈનલ રમનારી ટીમો

આજે (3 જૂન) IPL 2025ની ફાઈનલ મેચ RCB અને PBKS વચ્ચે રમાશે. આ મેચ બાદ IPLને એક નવી ચેમ્પિયન ટીમ મળશે. કારણ કે આ બંને ટીમો આજ સુધી ટાઈટલ નથી જીતી શકી. આજે અમે તમને IPLમાં સૌથી વધુ ફાઈનલ મેચ રમનારી ટીમો વિશે જણાવીશું.

IPLમાં સૌથી વધુ ફાઈનલ રમનારી ટીમોની યાદીમાં CSK પહેલા ક્રમે આવે છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 10 વખત ફાઈનલ મેચ રમી છે. CSK એ 5 વખત IPLની ટ્રોફી જીતી છે.

IPLમાં સૌથી વધુ ફાઈનલ રમનારી ટીમોની યાદીમાં MI બીજા ક્રમે આવે છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે. MIની ટીમ પણ 5 વખત ચેમ્પિયન બની છે.

શાહરૂખ ખાનની ટીમ KKR પણ આ યાદીમાં સામેલ છે. ટીમે IPLમાં કુલ 4 ફાઈનલ મેચ રમી છે. KKR એ ગયા વર્ષે પોતાની ત્રીજી ટ્રોફી જીતી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો, ટીમે અત્યાર સુધીમાં IPLમાં કુલ 3 ફાઈનલ મેચ રમી છે. આજે તે ચોથી ફાઈનલ રમશે. RCB હજુ સુધી ટ્રોફી નથી જીતી શકી.

IPLમાં સૌથી વધુ ફાઈનલ રમનારી ટીમોની યાદીમાં SRH પાંચમા નંબરે આવે છે. ટીમે IPLમાં કુલ 3 ફાઈનલ મેચ રમી છે. SRH એક વખત IPL ચેમ્પિયન બની છે.

આ સિવાય PBKS, RR અને GT 2-2 વખત ફાઈનલમાં પહોંચ્યા છે. જેમાંથી RR અને GT એક-એક વખત ચેમ્પિયન બની છે.