આ છે ભારતના સૌથી જૂના કિલ્લાઓ, તમારે પણ લેવી જોઈએ તેની મુલાકાત
ભારતમાં ઘણી ઐતિહાસિક ઈમારતો છે, જે આપણા ગૌરવશાળી ઈતિહાસની વાર્તા કહે છે. ચાલો આજે ભારતના કેટલાક જૂના કિલ્લાઓ વિશે જાણીએ, જ્યાં તમે પણ મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.
પંજાબના ભટિંડામાં આવેલ કિલા મુબારક એક હજાર વર્ષ જૂનું પર્યટન સ્થળ છે. આ કિલ્લાની દિવાલો વિવિધ પ્રકારની ઈંટોથી બનેલી છે. રઝિયા સુલતાનને આ કિલ્લામાં કેદ રાખવામાં આવ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં આવેલો કાંગડા કિલ્લો ભારતના પ્રાચીન કિલ્લાઓમાંનો એક છે. તે ઈસા પૂર્વે ચોથી સદીમાં બનાવવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં આવેલો ગ્વાલિયર કિલ્લો ખૂબ જ પ્રાચીન છે. તેનો ભવ્ય ઈતિહાસ અને સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે.
મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુરમાં આવેલો છે. આ કિલ્લો આશરે 410 ફૂટ ઉંચી ટેકરીની ટોચ પર આવેલો છે. તે દેશના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે.
રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલો ચિત્તોડગઢ કિલ્લો ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. આ રાજપૂત વંશનો ગઢ હતો.
15મી સદીમાં બનેલા કુંભલગઢ કિલ્લાની દિવાલોને એશિયાની બીજી સૌથી મોટી દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ કિલ્લો રાજસ્થાનમાં છે.
રાજસ્થાનના આમેરમાં આવેલો આમેર કિલ્લો પણ ભારતના સૌથી જૂના કિલ્લાઓમાંનો એક છે. તેનું નિર્માણ રાજા માનસિંહ પ્રથમે 1592માં કરાવ્યું હતું.