ગુજરાત સ્થાપના દિવસ 2025: આ છે ગુજરાતનાં જાણીતાં સ્થળો

1 મે, 2025ના રોજ ગુજરાતનો 65મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ખાસ અવસરે જાણો ગુજરાતનાં પ્રખ્યાત સ્થળોની વિશે. જે ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસતને દર્શાવે છે.

સોમનાથ મંદિર, સૌરાષ્ટ્ર 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ, સોમનાથ મંદિર ગુજરાતની આધ્યાત્મિક ઓળખ છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર શાંતિ અને ભક્તિનું પ્રતીક છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. 182 મીટર ઊંચી આ પ્રતિમા નર્મદા નદીના કિનારે આવેલી છે. અહીંનું જંગલ સફારી અને રિવરફ્રન્ટ ટૂરિસ્ટોને આકર્ષે છે.

રણ ઓફ કચ્છ, ભુજ વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ. રણોત્સવ દરમિયાન અહીં ગુજરાતી સંસ્કૃતિ, હસ્તકલા, અને ચાંદની રાતમાં સફેદ રણનું સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.

ગીર નેશનલ પાર્ક, જૂનાગઢ એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન. ગીર જંગલ સફારી વન્યજીવ પ્રેમીઓ માટે અનોખો અનુભવ આપે છે. અહીં 600થી વધુ સિંહોની વસ્તી છે.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા ભગવાન કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર ચારધામ યાત્રાનું એક મહત્વનું સ્થળ છે. ગોમતી નદીના કિનારે આવેલું આ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.

સાબરમતી આશ્રમ, અમદાવાદ મહાત્મા ગાંધીનું આશ્રમ, જ્યાંથી દાંડી યાત્રા શરૂ થઈ. આ સ્થળ ગુજરાતની સ્વાતંત્ર્ય સંગ્રામની યાદોને જીવંત રાખે છે. આજે પણ શાંતિનું પ્રતીક છે.

લોથલ, ભાવનગર સિંધુ ખીણ સંસ્કૃતિનું પ્રાચીન બંદર. લોથલ વિશ્વના સૌથી જૂના ડોકયાર્ડમાંનું એક છે. અહીંનો પુરાતત્વીય સંગ્રહાલય ઇતિહાસની ઝાંખી આપે છે.

ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છા. ચાલો, ગુજરાતની આ સુંદર ધરોહરને સાચવીએ અને વિશ્વભરમાં તેનું ગૌરવ વધારીએ. જય જય ગરવી ગુજરાત.