ગરમીમાં કાચી કેરીના સેવનના આ છે અદભૂત ફાયદા
જો આપને એસિડીટિ, ગેસ અને અપચાની સમસ્યા છે તો કાચી કેરીનું સેવન આપના માટે ફાયદાકારક છે. તે કબજિયાત અને પેટના દરેક વિકારને હરવામાં સક્ષમ છે.
કાચી કેરી ન માત્ર વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે પરંતુ તે કાળા વાળની સાથે સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ કારગર છે.
ઉલ્ટી, ઉબકા, ગભરામણની સમસ્યામાં કાચી કેરીને મરી પાવડર સાથે ખાવાથી રાહત મળે છે. ઉલ્ટી, ઉબકા જેવી સ્થિતિમાં કાચી કેરીનું મરી સાથે સેવન કરવાથી થોડા સમયમાં જ રાહત મળે છે.
શુગરની સમસ્યા થતાં તેનો પ્રયોગ શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં અત્યંત મદદરૂપ છે. તેનો પ્રયોગ કરીને આપ શરીરમાં આયરનની પૂર્તિ સરળતાથી કરી શકો છો.
કાચી કેરી વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે. જે આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે આપના સૌદર્યનો પણ ખ્યાલ રાખે છે. કાચી કેરીનું સેવન આંખોની રોશની વધારવા માટે પણ ઉપકારક છે.
જો આપને લૂ લાગી હોય કે લૂથી બચવું હોય તો પણ કાચી કેરીનું સેવન હિતકારી છે. જો આપને અત્યાધિક પરસેવો થતો હોય તો પણ કાચી કેરીનું સેવન લાભદાયી છે.