અનંત-રાધિકા પહેલા ભારતમાં થયા હતા આ 10 સૌથી મોંઘા લગ્ન

12 જુલાઈએ એટલે કે આજે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન છે. આ લગ્નનું પ્રી-વેડિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે.

આ લગ્નના ખર્ચ અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહે છે. જેમાં લોકો આ લગ્નનો ખર્ચ રૂ. 3000 કરોડ થયો હોવાનું અનુમાન પણ લગાવી રહ્યા છે. એવામાં જાણીએ ભારતના 10 સૌથી મોંઘા લગ્ન વિશે

ફેબ્રુઆરી 2015માં બિઝનેસમેન સંજય હિન્દુજા અને અનુ મહતાનીના લગ્ન થયા હતા. સુત્રો અનુસાર લગ્નમાં લગભગ 140 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પેરિસ હિલ્ટન, સલમાન ખાન, મુકેશ અંબાણી, જેનિફર લોપેઝ અને ટોની બ્લેરે તેમાં ભાગ લીધો હતો. મહેમાનોને ઉદયપુર લાવવા માટે 200થી વધુ ચાર્ટર્ડ પ્લેન ભાડે રાખવામાં આવ્યા હતા.

વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવના લગ્ન ફેબ્રુઆરી 2006માં થયા હતા. આ લગ્નમાં બિલ ક્લિન્ટન, નાઓમી કેમ્પબેલ અને શાહરૂખ ખાન જેવી અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ડેન્યુબ ગ્રુપના વંશજ આદિલ સાજન અને સના ખાનના લગ્ન એપ્રિલ 2017માં દુબઈના બુર્જ અર અરબમાં થયા હતા. જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેનએ હાજરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વાસવાણી ગ્રુપની વારસદાર સોનમ વાસવાણી અને નવીન ફેબિયાનીના લગ્ન જૂન 2017માં વિયેનાના પ્રખ્યાત બેલ્વેડેર પેલેસમાં થયા હતા. સુત્રો અનુસાર આ લગ્નમાં 210 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની પુત્રી વનિષા મિત્તલ અને અમિત ભાટિયાના લગ્ન જૂન 2004માં થયા હતા. તેમના લગ્ન પેરિસ નજીકના ઐતિહાસિક Chateau Veaux le Vicomte ખાતે થયા હતા. આ લગ્નમાં અભિનેત્રી કાઈલી મિનોગે પરફોર્મ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

લલિત તંવર અને યોગિતા જૌનપુરિયાના લગ્ન માર્ચ 2011માં દિલ્હીમાં લલિતના ફાર્મ હાઉસમાં થયા હતા. જેમાં રાહુલ ગાંધી, ગુલઝાર, કપિલ દેવ, સચિન તેંડુલકર અને સુનીલ ભારતી મિત્તલ જેવી હસ્તીઓએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં કુલ 500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

લક્ષ્મી મિત્તલની ભત્રીજી સૃષ્ટિ મિત્તલ અને ગુલરાજ બહલે ડિસેમ્બર 2013માં બાર્સેલોનામાં લગ્ન કર્યા હતા. તેમાં કેપ્ટન અમરિંદર સિંહ, સચિન પાયલટ, કુમાર મંગલમ બિરલા, સુનીલ મિત્તલ, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

માઈનીંગ ટાયકૂન જી જનાર્દન રેડ્ડીની દીકરી બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડીના લગ્ન નવેમ્બર 2016માં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નમાં બ્રાઝિલના ડાન્સર્સે પરફોર્મ કર્યું હતું અને મહેમાનોને સોના અને ચાંદીના વાસણોમાં ભોજન આપવામાં આવ્યું હતું.

સહારા ગ્રુપના દિવંગત ચીફ સુબ્રત રોયના પુત્રો સુશાંતો અને સીમંતો રોયના લગ્ન ફેબ્રુઆરી 2004માં થયા હતા. આ લગ્નમાં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં લગભગ 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન ડિસેમ્બર 2018માં આનંદ પીરામલ સાથે થયા હતા. તેમના લગ્ન એન્ટિલિયામાં થયા હતા. હિલેરી ક્લિન્ટન, બિયોન્સ, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમાં ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નમાં 1,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.