12મી મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની શરૂઆત અમેરિકન મહિલા અન્ના જૉર્વિસ દ્વારા કરવામાં આવી હતી.
અમેરિકા ઉપરાંત યુરોપ અને ભારત સહિત ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવાનું શરૂ થયું અને આજે તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ પણ આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસ ઉજવવા પાછળનોનો હેતુ સમગ્ર વિશ્વની માતાઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.
ફેમસ એક્ટ્રેસ અને ટીવીની વહુ રૂબિના દિલાઈકે ગયા વર્ષે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો. આ વર્ષે તે પોતાની દીકરીઓ સાથે પહેલીવાર મધર્સ ડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે.
અભિનેત્રી દિશા પરમારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પુત્રી નવ્યાને જન્મ આપ્યો હતો. દિશા પરમારની દીકરી હવે 8 મહિનાની છે. તે પણ દીકરી સાથે મધર્સ ડે ઉજવવા માટે ઉત્સાહિત છે.
દીપિકા કક્કરે જૂન 2023માં દીકરા રૂહાનને જન્મ આપ્યો હતો. એવામાં આ વર્ષે દીપિકા કક્કડ પણ તેના દીકરા સાથે તેનો પહેલો જન્મદિવસ ઉજવતી જોવા મળશે.
દ્રશ્યમ અભિનેત્રી ઈશિતા દત્તાએ ગયા વર્ષે એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ કપલે વાયુ રાખ્યું. અત્યાર સુધી અભિનેત્રીએ ફેન્સને તેના દીકરાનો ચહેરો બતાવ્યો નથી.