સોનાક્ષી સિંહાએ પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો છે. તે ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક્ટ્રેસના ભાવિ સસરાએ સ્પષ્ટ કર્યુ છે કે, સોનાક્ષી લગ્ન પછી પોતાનો ધર્મ નહીં બદલે.
બોલિવૂડમાં અનેક એક્ટ્રેસ છે જેણે બીજા ધર્મમાં લગ્ન જરૂર કર્યા પરંતુ પોતાનો ધર્મ નથી બદલ્યો. તે દરેક તહેવાર અને પરંપરાને નિભાવતા શીખી. ચાલો જાણીએ આવી જ અન્ય એક્ટ્રેસિસ વિશે...
કરીના કપૂર પણ આ લિસ્ટમાં આવે છે. તેણે ધર્મની દીવાલ તોડીને સૈફ અલી ખાન સાથે લગ્ન તો કર્યા પરંતુ આજે પણ તે દરેક તહેવારોને સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે ઉજવે છે.
આ લિસ્ટમાં રિચા ચડ્ઢા પણ આવે છે. તેણે 2022માં અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા. ટૂંક સમયમાં તેઓ પેરેન્ટ્સ બનવાના છે, પરંતુ રિચાએ લગ્ન માટે તેનો ધર્મ નથી બદલ્યો.
સ્વરા ભાસ્કરને લગ્ન સમયે ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ તે કાયમ નેગેટિવ વાતોથી દૂર રહે છે. તેણે લગ્ન બાદ પણ ધર્મ નહીં બદલ્યો. તે માનવતામાં વિશ્વાસ કરે છે.
ટીવીની ફેમસ એક્ટ્રેસ ગોપી વહુ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્જીએ વર્ષ 2022માં તેના મેનેજર શહનવાજ શેખ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ દેવોલીનાએ પણ તેનો ધર્મ નથી બદલ્યો.
અમૃતા અરોરાએ તેના કોલેજ સમયના મિત્ર શકીલ લડક સાથે લગ્ન કર્યાં છે. બંને આજે પણ પરફેક્ટ કપલ છે અને ધર્મ જેવી બાબતો ક્યારેય તેમના સંબંધોની વચ્ચે નથી આવી.
આ લિસ્ટમાં ઉર્મિલા માતોંડકરનું નામ પણ સામેલ છે. તેણે લગ્ન પછી ધર્મ નથી બદલ્યો. એક્ટ્રેસે 3 માર્ચ 2016ના કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાં હતાં.