પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર પીઠ પાછળ જ આ અભિનેતાઓએ કર્યા બીજા લગ્ન
બોલિવૂડના જાણીતા સ્ટાર સંજય ખાને પહેલા લગ્ન ઝરીન ખાન સાથે કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ ઝીનત અમાન સાથે અફેર શરૂ થઈ ગયું હતું. તેણે ઝરીનને છૂટાછેડા આપ્યા વિના જ ઝીનત અમાન સાથે લગ્ન કર્યા હતા.
બોલિવૂડ સ્ટાર રાજ બબ્બરે પહેલા લગ્ન નાદિરા ઝહીર સાથે થયા હતા. પરંતુ બાદમાં સ્મિતા પાટિલ સાથે લગ્ન કર્યા, તે પણ પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર. પરંતુ સ્મિતા પાટીલના મૃત્યુ પછી, અભિનેતા તેની પ્રથમ પત્ની સાથે રહે છે
આ લિસ્ટમાં ગાયક ઉદિત નારાયણનું નામ જોઈને તમને ખૂબ જ નવાઈ લાગશે. તમને જણાવી દઈએ કે રંજના ઝા સાથેના પ્રથમ લગ્ન પછી ઉદિત નારાયણે દીપા ગહતરાજ સાથે છૂટાછેડા લીધા વગર લગ્ન કર્યા હતા.
અભિનેતા ધર્મેન્દ્રએ પણ બે લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. ધર્મેન્દ્રએ પ્રકાશ કૌરને છૂટાછેડા લીધા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા.
આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે પણ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા હતા. મહેશ ભટ્ટની પહેલી પત્નીનું નામ લોરેન બ્રાઈટ છે. તો સોની રાઝદાન મહેશ ભટ્ટની બીજી પત્ની છે.
સલીમ ખાને તેની પ્રથમ પત્ની સુશીલા ચરકને છૂટાછેડા આપ્યા વિના ડાન્સિંગ ક્વીન હેલન સાથે લગ્ન કર્યા. સુશીલા ચરક અને હેલન બંને એક ઘરમાં સાથે રહે છે.