Asia Cup 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં 7 એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પહેલીવાર આ ટુર્નામેન્ટનો ભાગ બનશે.
સોર્સ : Google
પંજાબનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા આ ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2024 પછી, તે સતત T20 ટીમમાં ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો છે.
સોર્સ : Google
ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ પહેલીવાર Asia Cup માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તે T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ટીમનો પણ ભાગ હતો.
સોર્સ : Google
વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને IPLમાં તેની ફિનિશિંગ સ્કિલ્સના કારણે Asia Cup માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે પણ પહેલીવાર આ ટુર્નામેન્ટનો ભાગ બનશે.
સોર્સ : Google
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની પણ પહેલીવાર એશિયા કપ માટે પસંદગી કરવામાં આવી છે. UAEની ધીમી પીચો પર તેની સ્પિન ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
સોર્સ : Google
સંજુ સેમસન પણ 15 સભ્યોની ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. તેને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સોર્સ : Google
યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા પણ આ ટીમનો ભાગ છે. તેણે અત્યાર સુધી ફક્ત 1 T20I મેચ રમી છે. પરંતુ સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ દર્શાવ્યો છે.
સોર્સ : Google
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો રિંકુ સિંહ પણ ભારતીય ટીમનો ભાગ છે. તે લોઅર ઓર્ડરમાં ભારત માટે ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી શકે છે.