ICC રેન્કિંગમાં નંબર 1 પર છે 6 ભારતીયો ખેલાડીઓ, દરેક ફોર્મેટમાં છે દબદબો
સોર્સ : Google
ભારતીય ખેલાડીઓએ ICC રેન્કિંગમાં દબદબો જાળવી રાખ્યો છે. ત્રણેય ફોર્મેટમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ સહિત છ ભારતીય ખેલાડીઓ નંબર 1 સ્થાન પર છે.
સોર્સ : Google
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ સૌથી આગળ છે. ટેસ્ટ તે 889 રેટિંગ સાથે નંબર 1 બોલર છે. તે ટોપ 10 ટેસ્ટ બોલર્સમાં એકમાત્ર ભારતીય બોલર છે.
સોર્સ : Google
T20I રેન્કિંગમાં અભિષેક શર્માનો જલવો છે. તે T20Iમાં બેટ્સમેનોની રેન્કિંગમાં પહેલું સ્થાન ધરાવે છે. તેનું રેટિંગ 884 છે. ગયા વર્ષે જુલાઈમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યા પછી અભિષેક શર્મા સતત રન બનાવી રહ્યો છે.
સોર્સ : Google
વરુણ ચક્રવર્તી T20I બોલર્સ રેન્કિંગમાં ટોપ પર છે. વરુણ ચક્રવર્તીનું રેટિંગ 733 છે. T20Iમાં બોલર્સ રેન્કિંગમાં ટોપ 10 બે ભારતીય બોલર્સનો સમાવેશ થાય છે. વરુણ ચક્રવર્તી ઉપરાંત, રવિ બિશ્નોઈ પણ ટોચના 10માં સામેલ છે.
સોર્સ : Google
T20Iમાં નંબર 1 બોલર અને નંબર 1 બેટ્સમેન ઉપરાંત, નંબર 1 ઓલરાઉન્ડર પણ એક ભારતીય છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા, 237 રેટિંગ સાથે નંબર 1 T20I ઓલરાઉન્ડર છે.
સોર્સ : Google
ભારતનો યુવા બેટ્સમેન શુભમન ગિલ ODIમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણ છે કે તે ODI બેટિંગ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે. તેનું રેટિંગ 784 છે. તેના પછી રોહિત શર્મા બીજા નંબરે અને વિરાટ કોહલી ચોથા સ્થાને છે.
સોર્સ : Google
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર છે. જાડેજાનું રેટિંગ 405 છે. તે લાંબા સમયથી ટેસ્ટમાં નંબર 1 ઓલરાઉન્ડર છે.