ડાયાબિટીસને કંટ્રોલ કરશે આ 6 ફળો

જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે. જાંબુમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જાંબુ શરીરમાં સુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે. આ ઉપરાંત શરીરમાં સુગરના લેવલમાં અચાનક થતા વધારાને પણ અટકાવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે.

સફરજનમાં એવા પોષક તત્વો રહેલા છે કે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે ટેબ્લેટ સુગર લેવલને ઝડપથી વધારતું નથી.

એક રિસર્ચ થયેલુ છે તેના આધારે ઉનાળા દરમિયાન પપૈયું ખાવું જોઈએ. પપૈયું શરીરમાં જે નુકસાન થાય છે તે અટકાવે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.

ડ્રેગન ફ્રુટ એ એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલુ છે. તેનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતું નુકસાન અટકે છે. ડ્રેગન ફ્રુટમાં સુગરનું પ્રમાણ અન્ય ફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવા યોગ્ય ફળ કહેવામાં આવે છે.

એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે સંતરા સુપરફુડ માનવામાં આવે છે. સંતરા વિટામિન સી ફાઇબરથી ભરપૂર હોય છે. સંતરા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભ મળે છે.

દરેક ફળોમાં કોઈના કોઈ ગુણ રહેલા જ હોય છે, કીવી હાઈફાઈબર યુક્ત ફળ માનવામાં આવે છે. તેનાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. ખાસ નોંધ: આ હેલ્થ માહિતી તમારી જાગૃતિ માટે છે. ડાયાબિટીસ દર્દીએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.