અભિનેત્રી આશ્લેષા સાવંત એક્ટર સંદીપ બાસવાનાને ડેટ કરી રહી છે. અભિનેત્રી 20 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં છે.
સોશિયલ મીડિયામાં એવા સમાચાર હતા કે શ્વેતા તિવારી ફહમાન ખાનને ડેટ કરી રહી છે. જોકે, તાજેતરમાં ફહમાને ખુલાસો કર્યો હતો કે અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે પરંતુ અમે એકબીજાને ડેટ નથી કરી રહ્યા.
સુષ્મિતા સેન પહેલા તેના કરતા નાના રોહમનને ડેટ કરી રહી હતી. હવે ફરી એકવાર તે તેની સાથે દેખાવા લાગી છે. હાલમાં એક ઈવેન્ટમાં સુષ્મિતા પણ રોહમન સાથે જોવા મળી હતી.
કરિશ્મા કપૂર-સંદીપ તોશનીવાલ એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જોકે, તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.
મલાઈકા અરોરા પણ લાંબા સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ કપલનું બ્રેકઅપ થઈ ગયું છે.