રિષભ પંતના આ 5 રેકોર્ડ તોડવા છે મુશ્કેલ, દિગ્ગજ ક્રિકેટર્સ પણ રહી ગયા છે પાછળ
ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આજે (4 ઓક્ટોબર) 27 વર્ષનો થઈ ગયો છે.
અત્યારે રિષભ પંત ખૂબ જ સારા ફોર્મમાં છે. તાજેતરમાં જ તેણે બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
પંતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેણે કેટલાક મોટા રેકોર્ડ પણ બનાવ્યા છે. જે તોડવા મુશ્કેલ લાગી રહ્યા છે.
રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. પંતે શ્રીલંકા સામેની બેંગલુરુ ટેસ્ટમાં માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી હતી.
પંતનું નામ ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેનારા વિકેટકીપર્સની યાદીમાં સામેલ છે. આ મામલે તે રોબર્ટ રસેલ (ઈંગ્લેન્ડ) અને એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા) સાથે સંયુક્ત રીતે નંબર વન છે.
એડમ ગિલક્રિસ્ટ, એમએસ ધોની જેવા દિગ્ગજો પણ આ મામલે પંતની પાછળ છે. પંતે 2018માં ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ મેચમાં 11 કેચ પકડ્યા હતા.
પંત ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 100 કેચલેનાર ભારતીય વિકેટકીપર છે. પંતે આ માઈલસ્ટોન સુધી 26 ટેસ્ટમાં પહોંચી ગયો હતો. જ્યારે ધોનીએ 36 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.
પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે. તેણે જુલાઈ 2022માં એજબેસ્ટન ટેસ્ટ મેચમાં 89 બોલમાં સદી ફટકારી હતી.
પંત ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ અને વનડેમાં સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર છે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનાર એકમાત્ર ભારતીય વિકેટકીપર પણ છે.