ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં થશે.
ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી મેચોમાં ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. બંને દેશોની વચ્ચે કુલ 13 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે 11માં જીત મેળવી છે. જ્યારે બે મેચ ડ્રો રહી છે.
તાજેતરમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનને તેના ઘરમાં 2-0થી હરાવ્યું હતું. પહેલી વખત બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી હતી.
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ખેલાડીઓ અમુક મોટા રેકોર્ડ્સ પણ બનાવી શકે છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કોહલી 152 રન બનાવશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 9,000 રન પૂરા કરશે. વિરાટ એવો ચોથો ભારતીય બેટ્સમેન બનશે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજારનો આંકડો ટચ કરશે.
સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર જ આવું કરી શક્યા છે. વિરાટના નામે હાલ 113 ટેસ્ટ મેચમાં 49.15ની એવરેજથી 8848 રન છે. આ દરમિયાન તેણે 29 સદી અને 30 અડધી સદી ફટકારી છે.
રોહિત બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં કુલ 7 સિક્સ ફટકારે છે તો તે ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડી દેશે.
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ સહેવાગના નામે છે, જેણે ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 90 સિક્સ મારી. રોહિત શર્માએ અત્યાર સુધી 54 ટેસ્ટ મેચમાં 84 સિક્સ ફટકારી છે.
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 9 મહિનાના લાંબા બ્રેક બાદ વાપસી કરવા જઈ રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ જ્યારે વિરાટ રમવા ઉતરશે તો તેની નજર ડોન બ્રેડમેનના રેકોર્ડ પર હશે.
વિરાટના નામે હાલ 29 ટેસ્ટ સદી છે, તે બ્રેડમેનને પાછળ છોડવા માટે તે માત્ર એક સદી દૂર છે. જો વિરાટ બાંગ્લાદેશ વિરુદ્ધ એક સદી ફટકારે છે. તો તે બ્રેડમેનના 29 સદીનો રેકોર્ડ તોડી દેશે.
ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનો રેકોર્ડ તોડી શકે છે. ઝહીર ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ઝહીરે 7 ટેસ્ટ મેચમાં 31 વિકેટ લીધી હતી.
અશ્વિન અત્યાર સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ 6 ટેસ્ટ મેચમાં 23 વિકેટ લઈ ચૂક્યો છે. અશ્વિન આગામી સિરીઝમાં 9 વિકેટ લઈ લે છે તો તે ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
વિરાટ કોહલી આ ટેસ્ટ સિરીઝમાં 32 રન બનાવતા જ ચેતેશ્વર પૂજારાને પાછળ છોડી દેશે. પૂજારા બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. પૂજારાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચમાં 468 રન બનાવ્યા. વિરાટના નામે 6 ટેસ્ટ મેચમાં 437 રન કર્યા છે.
રાહુલ દ્રવિડે બાંગ્લાદેશ વિરુદ્ધ 7 ટેસ્ટ મેચોમાં 560 રન બનાવ્યા હતાં. દ્રવિડને પાછળ છોડવા માટે કોહલીએ 124 રન બનાવવા પડશે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 820 રનની સાથે આ મામલે ટોપ પર છે.
પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાજ ખાન, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.