તમારો બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઇએ એટલા માટે પૌંવા એક સારો વિકલ્પ છે. એને બ્રેકફાસ્ટમાં ખાવાથી તમને દિવસભર કામ કરવા માટે એનર્જી મળે છે. આટલું જ નહીં તમે એને લંચ ટાઇમમાં પણ ખાઇ શકો છો.
તમારા શરીરમાં જો આયરનની ખામી છે તો પૌંવા ખાવાથી એને દૂર કરી શકાય છે. પૌંહામાં ખૂબ જ પ્રમાણમાં આયરન હોય છે. એને ગર્ભવતી મહિલા અને નાના બાળકોએ જરૂરથી ખાવા જોઇએ. જેનાથી એના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે.
સવારે નાસ્તામાં શરીરને કાર્બોહાઇડ્રેટ્સ આપવા માટે પૌંવાનું સેવન કરવામાં આવી શકે છે. જો શરીરને જરૂર પૂરતું કાર્બોહાઇડ્રેટ્સ પ્રાપ્ત થતું નથી તો શરીરમાં થાક રહે છે. કાર્બોહાઇડ્રેટથી શરીરમાં એનર્જી આવે છે એટલા માટે સવારે એક પ્લેટ પૌંવા જરૂરથી ખાવા જોઇએ.
જો લોકોને ડાયાબિટીસ છે એમના માટે પૌંવાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. એને ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. એનાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે.
પૌંવા ફાઇબરયુક્ત લાઇટ ફૂડ હોવાને કારણે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તે શરીરમાં પહોંચે છે અને ધીરે ધીરે પાચન કરે છે અને લાંબા સમય સુધી શરીરમાં ઉર્જા તરીકે કામ કરે છે.
આટલું જ નહીં પૌંવા આંતરડા સહિતની પાચક શક્તિને સાફ કરવામાં પણ મદદ કરે છે.